Thursday, July 9, 2026

TAT Essay Writing practice 'દેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર પર'

 

દેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર બાબત

ભ્રષ્ટાચારની સંધી છૂટી પાડી શકાય છે ભ્રષ્ટ + આચાર. પરંતુ ભ્રષ્ટાચાર શબ્દને દેશના નામથી અલગ કરવા લગભગ અશક્ય છે. બહારથી દેખાતા સુંદર અને કહેવાતા "વિકસિત દેશ"  પાયામાં હજુ ઘણી તિરાડો રહેલી છે, જે દિવ્ય દ્રષ્ટિ કરતા જોવા મળે છે.

દેશમાં બની રહેલા, પુલ, ઓવરબ્રીજ અને રસ્તાઓ ચોમાસામાં જેમ જમીનનું ધોવાણ થતા તેમાંથી ફળદ્રુપ તત્વો ધોવાય એમ રેતી, કપચી અને સિમેન્ટ (કદાચ ઉપયોગ થયો હોય તો) ધોવાઈ જાય છે. આ જમીનનું એટલે કે પ્રજાના પૈસાનું ધોવાણ અટકાવવું હોય તો પાયાથીજ શિક્ષણ વ્યવસ્થા બદલવી પડે, પરંતુ જો શિક્ષક જ B.ed. ની ડીગ્રી એક્સટર્નલમાં કરે તો પછી વિદ્યાર્થીને શીખવે શું?

વળી, નેતાઓની તો વાત જ જવા દો, શિક્ષણ સાથે ભારતના નેતાઓમાં એટલો જ સંબંધ છે જેટલો તેલને પાણી સાથે. પાણી અને તેલ મિક્ષ કરવા જે ડોળ બને ને ડોળ અત્યારે દેશનો છે. વિશ્વગુરુ કહેવાતા ભારતનો માથાદીઠ આવકમાં નંબર છેલ્લેથી આવે છે. બોલવા અને કરવામા શુ ફરક હોય એ કદાચ વિદેશી પાઠ્યપુસ્તકોમા આપણા માનનીય નેતાઓના ઉદાહરણથી સમજાવવામાં આવે તો એમાં શંકા નથી.

દસ પંદર વિદ્યાર્થીઓ કદાચ આત્મહત્યા કરે અને એનું કારણ દેશમાં પેપર ફૂટવાનું કૌભાંડ અને એને અટકાવવા નિમાયેલા નેતાઓનું પેટનું પાણી ઓલા વાંગચૂકના અનસન થી હલતું હશે? એને તો ઓલો ડાઘિયો માર્કસ અથવા તો ફ્રાન્ઝ ફેનોન જ પુગે. વર્ષોથી ચાલતી ભ્રષ્ટાચારની પરંપરા એમ નાબુદ ન થાય એમાં તો ધરમૂળથી પરિવર્તન લાવવું પડે. અત્યારે દેશના લોકોનું 'ફેબ્રિક' એ સ્તરે ખરાબ થયું છે તે વોશીંગ મશીનમાં નાખવાથી ન સુધરે પણ તેને હાથથી જ અથવા ઓલા ધોકાથી જ ધોવું પડે એમ છે. મેરા દેશ સબસે મહાનના બરાડા પાડવા કરતા જો થોડું બીજા દેશો પાસેથી સારી બાબત શીખી લઈએ તો મહાન તો નહીં પરંતુ થોડી તુલનામાં ચોક્કસ આવી શકાય!